Skip to main content
Settings Settings for Dark

ડીસાઃ કૃષિ યુનિ.માંથી B.Scની કૃષિ સ્નાતકની પદવી મેળવી ખેતી કરીને લાખો કમાતો યુવાન ખેડૂત

Live TV

X
  • ડીસામાં યુવાન ખેડૂતે કૃષિની ડીગ્રી મેળી ખાનગી નોકરીઓનો પ્રસ્તાવ નકારી પોતાના ખેતરમાં જ સફળ ખેતીની શરૂઆત કરી છે. પરંપરાગત ખેતી કરીને આઠ ગણી આવક વધારી યુવાન ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ડીસાના મયુર પ્રજાપતિ નામનાં યુવાન ખેડૂતે વર્ષ 2018 માં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી BSC ની કૃષિ સ્નાતકની પદવી મેળવી ખેતીમાં જ કઈંક કરી બતાવવાનો સંકલ્પ લીધો હતો. 

    યુવા ખેડૂતે ખેતરમાં આધુનિક ખેતીની શરૂઆત કરી સિઝન કરતાં પહેલા પાકનું વાવેતર કેવી રીતે કરી શકાય તેના પર સંશોધન કર્યું. અને ખેતરમાં ગ્રીન હાઉસ અને વ્હાઇટ હાઉસનું નિર્માણ કર્યું. આ ખેત પધ્ધતિથી અન્ય ખેડૂતોએ પણ પ્રભાવિત થઈ યુવાન ખેડૂતને તેઓની નર્સરીમાં ટેટી, મરચા, ટામેટા, પપૈયા, ફુલાવર, કોબીચના વાવેતર માટે છોડ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેને લીધે યુવાન ખેડૂત નાની વયે વાર્ષિક રૂપિયા 40 થી 50 લાખની આવક આધુનિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply