Skip to main content
Settings Settings for Dark

નવરચના યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ રીસર્ચ દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણી

Live TV

X
  • નવરચના યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ રીસર્ચ દ્વારા હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ચાર પ્રોજેક્ટને પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા. પ્રથમ પ્રોજેક્ટ વડોદરાના લૌરી બેકરના આર્કિટેક્ચર પર છે. જેમાં ઓછા ખર્ચે ટકાઉ સ્થાપત્યને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.  બીજો પ્રોજેક્ટ "બરોડાના નેરોગેજ રેલવે ઇતિહાસના  ડોક્યુમેન્ટેશન અને સંશોધન પર છે. જેમા સેડાનાં વિધાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા જૂના લોકોમોટીવસ, કેરેજવેઝ, વર્કશોપ શેડ્સનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે. ત્રીજો પ્રોજેક્ટ વડોદરાનું વડ છે. આ એક જાહેર ભાગીદારીનો જીઓ ટેગિંગ પ્રોજેકટ છે. જ્યાં શહેરના નાગરિકો માત્ર તેમના સ્માર્ટક્ટોનનો ઉપયોગ કરીને તમામ વટવૃક્ષો ધરાવતા શહેરનો નકશો બનાવવામાં મદદ કરી શકે છે. ચોથા  પ્રોજેક્ટમાં હેરિટેજ વિકેન્ડ દરમ્યાન રાજસ્થાનના એતિહાસિક ધર પર એક પુસ્તક  પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિધાર્થીઓના રાજસ્થાનમાં બુંદીના જૂના મકાનોના ડોક્યુમેન્ટેશનનું પરિણામ છે. આ ચાર પ્રોજેક્ટ તૈયાર કરવા સેડાના ફેકલ્ટી મેમ્બર્સ અને વિધાર્થીઓ છેલ્લા એક વર્સથી જહેમત ઉઠાવી રહ્યાં હતાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply