શિહોરના સણોસરમાં દીપડાના આતંકને લઇને વનવિભાગે મુક્યા પાંજરા
Live TV
-
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સણોસરા ગામે બે દીપડાએ આતંક મચાવી 24 થી વધુ બકરીઓનું મારણ કરતા વિસ્તારમાં ભય ફેલાયો છે. જેથી આ વિસ્તારના લોકો દ્વારા જંગલી પશુના ત્રાસ મામલે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે, જેના પગલે વનવિભાગે પાંજરા ગોઠવી દીપડા ને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે...જેમાં એક દીપડો પાંજરે પુરાયો છે જ્યારે બીજા દીપડાને પાંજરે પૂરવા વનવિભાગે આયોજન કર્યું છે.સાથે સાથે દીપડાના હુમલામાં મોતને ભેટનાર બકરા અંગે તેના માલિકોને વળતર મળે તે અંગે પણ કાર્યવાહી હાથ ધરી છે.
