Skip to main content
Settings Settings for Dark

તાપીઃ શિકેર ગામના એક ખેડૂતે 65 વિઘામાં બનાવ્યું વિશાળ ફ્રુટ ફાર્મ

Live TV

X
  • આ ફાર્મ માં તેઓ વિદેશોમાં પાકતા ડ્રેગન ફ્રુટ, કેસર કેરી, ખારેક, જમરૂખ, એપલ બોર, નાળિયેર, ખજૂર જેવા અનેક ફળોના વૃક્ષો વાવ્યા છે.

    આદિવાસી પંથક એવા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના શિકેર ગામના ખેડૂત પ્રવીણભાઈ દેસાઈએ 65 વિઘામાં વિશાળ ફ્રુટ ફાર્મ બનાવ્યું છે. જેમાં તે અલગ અલગ ફ્રુટસની ખેતી કરી રહ્યા છે. આ ફાર્મ માં તેઓ વિદેશોમાં પાકતા ડ્રેગન ફ્રુટ, કેસર કેરી, ખારેક, જમરૂખ, એપલ બોર, નાળિયેર, ખજૂર જેવા અનેક ફળોના વૃક્ષો વાવ્યા છે. આ માટે તેઓ 4000 ડ્રેગન ફ્રુટના રોપા જાપાનથી લાવ્યા હતા. એક છોડ ઉપરથી તેઓ 10 થી 15 કિલો ડ્રેગન ફ્રુટ મેળવે છે. જેની કિંમત કિલો ના 400 રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે આ ફાર્મમાં રાસાયણિક ખાતરોના ઉપયોગ વગર ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. ગાયનું ગૌમૂત્ર, દેશી લીંબડો, ગોબર વગેરે ભેગુ કરીને ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. તેમના કામને જોઈને અન્ય ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી કરવા તરફ વળી રહ્યા છે. આયુર્વેદિક દ્રષ્ટિ એ પણ આ ફળનું ખુબજ મહત્વ છે. આ ફ્રુટમાંથી હિમોગ્લોબિન અને બી 12 મળી રહે છે એટલે ડોકટરો પણ આ ફળ ખાવાની સલાહ આપે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply