Skip to main content
Settings Settings for Dark

દમણના દુનેઠા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન

Live TV

X
  • દુનેઠા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જળ શક્તિ અભિયાન તેમજ પોષણ અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી.

    કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દુનેઠા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જળ શક્તિ અભિયાન તેમજ પોષણ અભિયાન વિશે જાણકારી આપવામાં આવી હતી. સભામાં દમણ જિલ્લા પંચાયતના સીઈઓ પરિમલ જાની ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો ને ભારત સરકાર ની યોજના તેમજ પોષણ અને પાણીનો સંગ્રહ જેવા વિષયો પર માહિતી આપી હતી. જળ સંરક્ષણ વિશેષજ્ઞ નવીન ભાઈ દ્વારા ગ્રામ જનોને પાણીનો  સંગ્રહ કેવી રીતે કરવો, બોરિંગમાં પાણી કેવી રીતે વધારવું , ખેડૂતોએ પાણી નો સંગ્રહ કેવી રીતે કરવો , પાણી નો દૂર ઉપયોગ ન કરવો જેવા વિષયો પર વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. ગ્રામજનોને વીડિયો બતાવી કુપોષણ જેવી બીમારી પર જાણકારી આપવામાં આવી હતી.  આ ગ્રામ સભામાં બીડીઓ, સરપંચ , પંચાયત સેક્રેટરી  તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply