તાપીની 7 મહિલાઓએ વ્યારા RTO ખાતે ટ્રેક્ટર ચલાવવા માટેની પરીક્ષામાં પાસ થઇ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું
Live TV
-
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની 7 મહિલાઓએ વ્યારા RTO ખાતે ટ્રેક્ટર ચલાવવા માટેની પરીક્ષામાં પાસ થઇ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું છે. મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાની મહિલાઓ હવે પુરુષોની જેમ જ ખેતી, પશુપાલન જેવા કાર્યોમાં સતત ભાગ લઇ પરિવારને મદદરૂપ થઇ રહી છે.
ખેતીકામમાં મહિલાઓ પોતાનું યોગદાન વધુ આપી શકે એ માટે ટ્રેક્ટર ચલાવતા શીખ્યું હતું. અંતરિયાળ વિસ્તારની આ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે ટ્રેક્ટર ચલાવવા સહિત ખેતીકાર્ય કરતી જોઇ અન્ય મહિલાઓ પણ પ્રેરણા મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિલાઓને વ્યારા કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટ્રેક્ટર ચલાવવાની તાલીમ આપવામાં આવતી હોય છે. ડોલવણ તાલુકાના જામલીયા, ચાકધારા, બર્ડીપાડાની 11 જેટલી મહિલાઓએ આ તાલીમમાં ભાગ લીધો હતી. નવા-નવા કૌશલ્યોથી મહિલાઓ ખેતી અને પશુપાલનના કાર્યોમાં માર્ગદર્શન મેળવી પ્રગતિ કરી રહી છે. મહિલાઓ ટ્રેક્ટર ચલાવતા શીખીને બીજા લોકો માટે શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડતી રહી છે.
