બી.એસ.એફ.માં વ્યક્તિ વિશેષ સન્માન મેળવતા હડમતીયા ગામના યુવાન
Live TV
-
બી.એસ.એફનું સર્વોચ્ચ સન્માન DG'CR પ્રાપ્ત
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને હડમતીયા ગામ અને પરિવારનું ગૌરવ દિપાવતા હડમતીયા નિવાસી ડૉ. કેયુર મગનભાઈ પટેલને બી.એસ.એફ.માં ડોક્ટર તરીકે નિષ્ઠા પ્રમાણિકતા અને પ્રશંસનીય કામગીરી બદલ ભારત સરકાર તરફથી બી.એસ.એફનું સર્વોચ્ચ સન્માન DG'CR (DIRECTOR GENERAL COMMENDATION ROLL) પ્રાપ્ત થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષની સર્વિસમાં આ બીજું ડાયરેક્ટર જનરલ કમન્ડેશન રોલ છે. તેમજ આ સાથે તેઓને અન્ય ઇન્સ્પેક્ટર જનરલ કમન્ડેશન સર્ટિફિકેટ પણ મળેલ છે. આમ મોરબી જીલ્લાનાં નાના એવા હડમતીયા ગામના યુવાનને ભારત સરકાર દ્વારા વિશેષ સન્માન મળતા સમગ્ર હડમતીયા ગામ અને મોરબી પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે ડો.કેયુર પટેલ અને તેના પરિવારજનો પર અભિનંદન વર્ષા થઈ હતી.