જૂનાગઢ- જાંબાળાના ખેડૂતોએ મેળવ્યું ડ્રીપ ઇરીગેશન અને મલચિંગ પદ્ધતિથી તરબૂચનું બમણાથી વધુ ઉત્પાદન
Live TV
-
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબાળા ગામના ખેડૂતો ઉનાળુ પાક પણ લઈ રહ્યા છે સામાન્ય રીતે જે ખેડૂતને ત્યાં પિયતની સુવિધા હોય તે જ ઉનાળુ પાક લઈ શકે ત્યારે આધુનિક ખેતી પદ્ધતિમાં સિંચાઈની ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ વગેરે અમલમાં હોય જાંબાળા ગામના ખેડૂતો ડ્રીપ ઇરીગેશન ની પદ્ધતિ સાથે ભેજ સંગ્રાહક એવા મલચિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘણા વર્ષોથી ઉનાળામાં તરબૂચની ખેતી કરી રહ્યા છે તેઓએ જણાવ્યું કે અમો સામાન્ય પદ્ધતિથી તરબૂચના વાવેતરમાં ઉત્પાદન સામાન્ય મળ્યું પરંતુ ડ્રીપ ઇરીગેશન અને મલચિંગ પદ્ધતિથી તરબૂચનું ઉત્પાદન બે થી ત્રણ ગણું વધારે મળ્યું.
આમ, ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે ઓછા પાણીએ અને વધુ ઉત્પાદન સાથે ખેડૂત સમૃદ્ધ બની શકે સરકાર પણ ઈવિગેશન માટે સહાય કરતી હોય ત્યારે આ બાબતમાં આગળ વધવામાં સફળતા મળી રહે છે.