જાણીએ ઇઝરાયેલ પદ્ધતિથી બગાયતિ ખેતી કરતાં અમરેલીના ખેડૂતની વાત
Live TV
-
અમરેલી જિલ્લાના ઇઝરાયેલ પદ્ધતિની હાય-ડેંનસિટી પ્લાંટીગ પધ્ધતિથી દર વર્ષે મબલક આવક મેળવે છે. ઉનાળા ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાત કરીયે કેસર કેરીની તો કેટલાક સમાચારો એવા પણ હતા કે ઘણા વિસ્તારોમાં તાઉતે વાવાઝોડા બાદ આંબાના બગીચો સાફ થઈ જતાં આ વર્ષે કેરીની આવક ઓછી રહેશે.
પરંતુ આવા સમયે ધનિષ્ઠ ખેતી પધ્ધતિથી કરેલું આંબાનું વાવેતર આશિર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. ૧૦×૧૦ ફૂટ ના અંતરે કરેલુ હાય-ડેંનસિટી પ્લાંટીગ દ્વારા ખુબજ નજીક ઝાડ હોય છે અને જગ્યા ઓછી હોવાના લીધે નુકશાન ઓછું થાઈ છે, સાથે જ એકમ વિસ્તારમાંથી ડબલ પ્રોડક્શન મળે છે.
આ પદ્ધતિથી વાવેતર કરતા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના એક યુવાન અજયભાઈ કથીરિયા ખેડૂત કે જેઓ MBA થાયા બાદ પોતાની 21 એકર જમીનમાં આ પદ્ધતિથી 8500 આંબાનું વાવેતર કર્યું છે અને બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન મેળવી સહાય યોજનાઓનો પણ લાભ લીધો છે.
અમરેલી જિલ્લાના આ ખેડૂતે ઇઝરાયેલ પદ્ધતિથી, ખેતીમા કેરીનું બમ્પર ઉત્પાદન કરેલ છે એવું અજયભાઇનું કેહવું છે. સાથો સાથ એકસરખા ફળની ગુજરાત બહાર પણ માંગ હોઈ, તેઓ આ વર્ષે પણ કેરી એક્સપોર્ટ કરશે.ઇઝરાયેલ પદ્ધતિથી ખહએટી કરતાં ખેડૂત અજયભાઈ કથીરિયા પોતે MBAની ડિગ્રી ધરાવે છે, જેમનું સુરતમાં છ લાખનું પેકેજ હતું. તેમના પત્ની CA એકાઉન્ટનટ છે, તેઓ પણ ચાર લાખનું પેકેજ છોડી અને બાગાયતી તરફ ખેતી તરફ વળ્યા હતા. હાલ બંને પતિ-પત્ની કેરીના પાકથી બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે.