કચ્છના ખાવડાના સરગુ ગામ ખાતે BSF 74BN દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ યોજવામાં આવ્યો
Live TV
-
બીએસએફ દ્વારા સરહદી ગામોમાં આવા કાર્યક્રમ યોજીને લોકો સાથેનો સંપર્ક વધુ મજબુત બનાવવામાં આવે છે.
બીએસએફ દ્વારા સરહદની સેવા ઉપરાંત સેવાકીય કાર્યો પણ કરવામાં આવતા હોય છે. આ સેવાકાર્યના ભાગરૂપે છેવાડાના ગામ એવા કચ્છના ખાવડાના સરગુગામ ખાતે બીએસએફ 74BNના કમાન્ડન્ટ સંજય અવિનાશ દ્વારા ગ્રામજનોને વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. ઉપરાંત શાળાના બાળકોને શૈક્ષણિક વસ્તુઓ તેમજ રાશન કીટ વગેરેની સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા BSFના જવાનોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. બીએસએફના આ કાર્યની સ્થાનીય લોકો દ્વારા ખૂબ પ્રશંશા કરવામાં આવી હતી.