Skip to main content
Settings Settings for Dark

ભરૂચ જિલ્લાની ખેડૂત દીકરી બની પાયલોટ: ધોરણ 6નું સપનું કર્યું સાકાર

Live TV

X
  • જંબુસરના છેવાડાના કિમોજ ગામની ઉર્વશી દુબેએ આકાશમાં ઉડતા એરક્રાફ્ટને જોઈ સેવેલું સ્વપ્નું આજે સાકાર થયું છે. કાચા મકાનમાં રહેતી ઉર્વશી અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાયલોટ બની આભમાં ઊંચી ઉડાન ભરી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કીમોજ ગામમાં માટીવાળા કાચા ઘરમાં રહેતી ખેડૂતની પુત્રી ઉર્વશી દુબે પાયલોટ બની ઘરે આવતા જે લોકો તેના પાયલોટ બનવાના બચપનના સપનાની મજાક ઉડાવતા હતા તે આજે આ દીકરીને વધામણાં આપી રહ્યાં છે.

    કિમોજ ગામના ખેડૂત અશોકભાઈ અને માતા નીલમબેનની દીકરી ઉર્વશીને નાનપણમાં ધોરણ 6માં અભ્યાસ કરતી વખતે આકાશમાં ઉડતા વિમાનને જોઈ મનમાં સવાલ ઉઠ્યો હતો. આ પ્લેન ઉડાવવા વાળો પણ એક માણસ જ હશે, ને ત્યારથી નાનકડી ઉર્વશીએ પાયલોટ બની પ્લેન ઉડાવવાનું નક્કી કરી લીધું. ભત્રીજીને પાયલોટ બનાવવા કાકા પપુ દુબેએ ખર્ચ ઉઠાવ્યો, પણ કાકાના કોરોનામાં અકાળે મોત બાદ અનેક આર્થિક મુશ્કેલીઓ આવી. ઉર્વશીએ ગામની જ ગુજરાતી શાળામાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યાં શિક્ષકો અને સિનિયરોને પાયલોટ કરવા શુ કરવું તે પૂછી તે આગળ વધી. 12 સાયન્સ મેથ્સ સાથે લઈ તે આગળ વધી પાયલોટ બનવા લાખોનો ખર્ચ થાય. જોકે ખેડૂત પિતા અને દુબે પરિવારે દીકરીને પાયલોટ બનાવવાનો નીર્ધાર કરી લીધો.

    જંબુસરથી વડોદરા, ત્યાંથી ઈન્દોર બાદમાં દિલ્હી અને છેલ્લે જમશેદપુરમાં ઉર્વશીનું કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ આવતા પાયલોટ બનવાનું સ્વપ્ન સાકાર થયું. તેણે ગામના એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી ઓપન કાસ્ટને લઈ સરકારી લોન સાથે ખાનગી બેંકોમાં પડેલી હદ વગરની તકલીફો તેમજ કલાકની ફ્લાઈંગ માટે ભરવાના હજારો રૂપિયા અને લાખોની ફી અંગે પણ વેદના વ્યક્ત કરી હતી. જોકે જેટલી તકલીફો પડી તેટલા મદદગાર પણ મળ્યા હોવાનો આંનદ વ્યક્ત કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply