Skip to main content
Settings Settings for Dark

પાટણ ખાતે નાબાર્ડ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય મહિલા પખવાડિયા અંતર્ગત પાટણ ખાતે નાબાર્ડ દ્વારા હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ હાટનું જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયું છે. તા. 4 માર્ચને રોજ આજથી શરૂ થયેલા બે દિવસીય સાંસ્કૃતિક તથા આધુનિક હસ્તકલા ઉત્સવમાં સ્વસહાય જૂથની સખી મંડળીઓના કુલ 10 જેટલા વિવિધ સ્ટોલ દ્વારા વિવિધ કલાત્મક અને હાથ વણાટ તેમજ બનાવટની વસ્તુઓ દ્વારા વેચાણ કરવામાં આવશે. 

    આ પ્રદર્શન સહ વેચાણમાં ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી, કચ્છીકલા, બાંધણી, પેચવર્ક, ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. હાલમાં ભારત સરકાર મિલેટ વર્ષ 2023ની ઉજવણી કરી રહી છે. તેથી  મિલેટ ધાન્યમાંથી બનતી વાનગીઓના સ્ટોલ પણ હાટમાં જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
apply