RBI એ એમેઝોન પે ઉપર 3 કરોડ 3 લાખ 66 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
Live TV
-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને નો યોર કસ્ટમરને સંબંધિત અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ 3 કરોડ 3 લાખ 66 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
એક નોટિસ જારી કરવામાં આવી હતી અને એન્ટિટીના જવાબને ધ્યાનમાં લીધા પછી દંડ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક અખબારી યાદીમાં, આરબીઆઈએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે એન્ટિટી દ્વારા કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચારવાનો નથી.
રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એવું જોવા મળ્યું છે કે, એમેઝોન પે KYC જરૂરિયાતો અંગે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરી રહી નથી.” રિઝર્વ બેંકે એમેઝોન-પે (ઇન્ડિયા)ને નોટિસ શો-કોઝ ફટકારીને પુછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ શા માટે દંડ ન વસૂલવો જોઇએ.