દાસ પેંડાવાળા પરિવારના બૈજુભાઈ મહેતાનું અમેરિકાની યુનિવર્સિટી દ્વારા સન્માન
Live TV
-
ભાવનગરના દાસ પેંડાવાળા પરિવારના બૈજુભાઈ મહેતાએ ભારતીય મીઠાઈઓને લાંબા સમય સુધી સારી રાખવાની ટેકનોલોજી ઉપર કામ કર્યું છે. તેમના આ ઇનોવેશનને ધ્યાનમાં લઇ અમેરિકાના પનામાની સ્વાહિલી યુનિવર્સિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
નવી પેકેજિંગ ટેકનોલોજી
અગાઉ તેમણે નવી પેકેજિંગ ટેકનોલોજી પણ આપેલી છે. ઇનોવેટિવ પેકેજીંગનો એવોર્ડ પ્રાપ્ત કરવા સાથે પેકિંગ અને ટેકનોલોજી તરફ સમગ્ર દુનિયાનું ધ્યાન તેમણે ખેંચ્યું છે. વર્લ્ડ ફૂડ ડે ના દિવસે એમને ડી.વાય પાટીલ યુનિવર્સિટી મહારાષ્ટ્રના ડૉ.ભાગ્યશ્રી પાટીલ ઉપરાંત અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવી પ્રતિભાશાળી વ્યક્તિની સાથે યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રથમ ઉદાહરણ
સમગ્ર ભારતમાં ફૂડ રિસર્ચ ક્ષેત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી કોઈ સ્વીટ મેન્યુફેક્ચરને અપાઇ હોય તેવું આ પ્રથમ ઉદાહરણ હશે. જેના કારણે બૈજુભાઈએ સમગ્ર ભાવનગર સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.
