નવસારીમાં ક્લિન એરિયા નવસારી અભિયાન હેઠળ યુવાનોએ કરી સફાઈ
Live TV
-
નવસારી શહેરના સ્ટેશન વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓએ સ્વખર્ચે ‘ક્લીન એરિયા નવસારી’ અભિયાન અંતર્ગત પોતાના વિસ્તારની સાફસફાઈ કરી હતી. "સ્વચ્છ વિસ્તાર આપણી જવાબદારી"નું સૂત્ર અપનાવી આ યુવાનો સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતીના અવસરે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. તેને આદર્શ માનીને નવસારીમાં "સફાઈ પરમ ધર્મ" અને "આપણો વિસ્તાર, સ્વચ્છ વિસ્તાર"નું સૂત્ર અપનાવી નવસારી સ્ટેશન વિસ્તારમાં આવેલ હિરામેન્શનમાં રહેતા કોલેજ-શાળાના વિદ્યાર્થી-યુવાનોએ ક્લીન એરિયા ગ્રુપ બનાવીને કલીન એરિયા નવસારી અભિયાનની શરૂઆત કરી છે.
નવસારી ક્લીન એરિયા ગ્રુપનાં યુવાનોએ સાથે મળીને સિદ્ધિવિનાયક રોડ (સ્ટેશન-વિજલપોર) પરથી કચરો ઉપાડી સાફ સફાઈ કરી હતી. સાથે જ આ યુવાનોએ વૃક્ષારોપણ કરી વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરી સુંદર નાનો બગીચો પણ બનાવ્યો છે. યુવાનોની આ કામગીરીથી વાહનચાલકો અને રાહદારીમાં આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે લોકોમાં સફાઈને લઈને જાગૃતતાનો સંદેશો પાઠવી મહાત્મા ગાંધીનાં સ્વચ્છ ભારતનું સપને સાકાર કર્યું છે.