દાહોદ ગલાલીયાવાડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું
Live TV
-
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકાર જનકલ્યાણ લક્ષી યોજનાઓના લાભ મેળવેલા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે પોતાનો સુખદ અનુભવ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના લાભોથી લાભાન્વિત કરાયા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ મારફતે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા, સરપંચ,સહિત પદાધિકારીઓ અને કર્મચારીઓ, અગ્રણીઓ તેમજ ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહ્યા હતા.
