Skip to main content
Settings Settings for Dark

ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું

Live TV

X
  • વંચિતો સુધી જાગૃતિ સંદેશો પહોંચવાની પહેલ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ૧૫મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડી રહી છે. 

    દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સરકારની યોજનાથી કોઈ બાકાત રહી ન જાય અને ગરીબીમાંથી બહાર લાવવાના એક મહત્વકાક્ષી હેતુ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે. જે ગામેગામ ભ્રમણ કરી રહી છે. જેનો લાભ સૌને અનુરોધ કર્યો હતો.

    આ યાત્રા વેળાએ સરકારએ આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ- કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. તેમજ ઉપસ્થિત સૌને વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.

    મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા માટે જાગૃત કર્યા હતા.  આ પ્રસંગે ગામના સરપંચ, લાઇઝન અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય કર્મચારીઓ, સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply