દાહોદ જિલ્લાના કુલ 15 સ્વચ્છાગ્રહીની ટીમ સ્વચ્છતાના ભગીરથ કાર્ય માટે પહોંચી બીહાર
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા 3 થી 10 એપ્રીલ દરમ્યાન "સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ" ની ઉજવણીમાં ભાગ લેશે.
ગુજરાત રાજ્યને ખુલ્લામાં શૌચક્રીયા માંથી મુક્ત કરવામાં આવેલ છે. તે મુજબ બિહાર રાજ્યને પણ જડપથી ખુલ્લામાં શૌચક્રીયા માંથી મુક્ત કરવાના શુભ આશય થી કેન્દ્ર સરકાર દ્વારા 3 થી 10 એપ્રીલ દરમ્યાન "સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ" ની ઉજવણી કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે. જે ભગીરથ કાર્યમાં ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લામાંથી સ્વચ્છાગ્રહી બિહાર ખાતે મોકલવામાં આવેલ છે. જે અભીયાનમાં દાહોદ જિલ્લા માંથી કુલ 15 સ્વચ્છાગ્રહી જોડાયેલ છે. જેઓ બિહાર રાજ્યના જુદા - જુદા જિલ્લાના ગામોમાં ગ્રામજનોને શૌચાલયના ઉપયોગથી થતા ફાયદાની સમજણ આપી "મન બનાવો - શૌચાલય બનાવો" અભીયાન હાથ ધરેલ છે.
બિહાર ખાતે શરૂ થયેલ "સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ" અભીયાનમાં દાહોદ જિલ્લા જુદા - જુદા તાલુકા માંથી કુલ 15 સ્વચ્છાગ્રહી જોડાયેલ છે. વધુમાં અભીયાનમાં જોડાયેલ જિલ્લાના ટીમ લીડર વિવેક પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, દાહોદ જિલ્લાની ટીમ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના કાંટી તાલુકાના તમામ ગામોમાં ફરી ફરી ને "ટટ્ટી પે મટ્ટી" અને "ખડ્ડા ખોદો" અભીયાન હાથ ધરેલ છે. જેમા ગ્રામજનોને શૌચાલયના ઉપયોગથી થતા ફાયદા અને ખુલ્લામાં શૌચક્રીયા કરવાથી થતા ગેરફાયદા વિશે શમજણ આપવાની કામગીરી હાથ ધરેલ છે. જે તમામ સ્વચ્છાગ્રહી 10 એપ્રીલના રોજ ચમ્પારણ ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઊપસ્થીત રહેવાના છે. જેમા વડાપ્રધાન દ્વારા કુલ 20000 સ્વચ્છાગ્રહીઓ ને સંબૉધીત કરવામાં આવશે.