GPSCની પરીક્ષામાં પાસ થયેલા વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Live TV
-
સુરતના ઉમરપાડા તાલુકાના વાંકલ ગામે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું.
સુરત જીલ્લાની આદિવાસી પટ્ટીના કહેવતા અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી નાયબ પોલીસવડા, નાયબ કલેકટર તેમજ સચિવ કક્ષાની તાલીમ લેવાની શરૂ કરે એ પહેલા ઉમરપાડા તાલુકાના વાંકલ ગામે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા સન્નમાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરપ્રાંતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જ જી.પી.એસ.સી.ની પરીક્ષા સારા ગ્રેડથી પાસ કરી શકે એ હકીકત હવે ભૂતકાળ બની ગઈ છે. યોગ્ય માર્ગદર્શન, સખ્ત મહેનત, દ્રઢ સંકલ્પ વડે કોઈપણ વિદ્યાર્થીઓ પોલીસ વડા કે કલેકટર બની શકે છે, પછી તે આદિવાસી કેમ ન હોય. સુરત જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓએ બે માસ અગાઉ લેવાયેલી જીપીએસસીની પરીક્ષા પાસ કરી ને આજે ઉચ્ચ હોદ્દા ઉપરની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
કોઈપણ વિદ્યાર્થી સખ્ત મહેનત કરી યોગ્ય માર્ગદર્શન વડે ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકે છે. તેમાંનો એક ચિંતન ચૌધરીના પિતા જેઓ હાલ પ્રાથમિક સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. પરંતુ તેમને પણ જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી .