Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં મેડીકલ કેમ્પ યોજાયો

Live TV

X
  • અંગદાન જાગૃતિ ,કિશોરા અવસ્થામાં થતી મુઝવણ, નેત્રયજ્ઞ “માં” અમૃતમ નું રજીસ્ટેશન સાથે પાણી બચાવોનો સંદેશ આપાઓ.

    આર્થિક સંકટને લઈને દેશમાં વધી રહેલા મૃત્યુદરને નાબુદ કરવા સરકાર સાથે કદમ મિલાવીને ચલાવના નેમ સાથે નવસારીની સેવાભાવી શ્રી ઠાકોરભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ સીમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોના સહકારથી નવસારીમાં ની:શુલ્ક મેડીકલ કેમ્પનુ આયોજન કર્યું હતું. જેમાં અંગદાન જાગૃતિ ,કિશોરા અવસ્થામાં થતી મુઝવણ, નેત્રયજ્ઞ “માં” અમૃતમ નું રજીસ્ટેશન સાથે પાણી બચાવોનો સંદેશ આપ્યો હતો.

     

    દ્રષ્ટીહીન વ્યક્તિ પોતાની આખેથી રંગીન દુનિયાનો નજરો જોય શકે એવા શુભ-આશય સાથે શરુ કરવામાં આવેલા નેત્રયજ્ઞમાં અનેક લોકોને દ્રષ્ટી આપનાર સેવાભાવી સંસ્થાએ અનેરું પગલું ભર્યું છે. વિવિધ અંગોની ઉણપ ધરાવતા લોકોને સમાજ અંગો દાન કરે તે માટેનો સેમીનાર પણ રાખવામાં આવ્યો હતો. તેમજ હાલ કિશોરા અવસ્થા દરમ્યાન હતાશાને લઈને આત્મહત્યાના પ્રમાણ વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. તેવા સંજોગોમાં મહત્વની ટિપ્સો આપી હતી. સાથે તત્કાલીન સમયમાં પાણીની અછતને લઈને પણ ચિંતા વ્યકત કરીને પાણી બચાવોની મહત્વની સમજણ આપી હતી. માં અમૃતમ યોજનાનું રજીસ્ટેશન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પ સારી રીતે પાર પડે તે માટે અમદાવાદની સિમ્પસ હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીને તપાસવામાં આવ્યા હતા. જેનો સંપૂર્ણ ખર્ચ શ્રી ઠાકોરભાઈ રણછોડજી ભગત ચેરીટેબલ ટ્રસ્ટએ ઉઠાવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply