દિન વિશેષ: આજ રોજ પ્રકાશિત થયું હતું વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ પઝલ, જાણો આ ગેમ વિશે જાણી-અજાણી વાતો
Live TV
-
ક્રોસવર્ડ પઝલ... ન્યૂઝપેપરમાં તમે સફેદ અને કાળા રંગનાં નાનકડાં ખાનાંવાળી રમત જોઈ હશે. કહેવાય છે કે, આ રમત મેન્ટલ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. આજના જ દિવસે 1913 માં પ્રથમવાર કોઈ અખબારમાં મોડર્ન ક્રોસવર્ડ પઝલને છાપવામાં આવી હતી. ન્યૂયોર્ક વર્લ્ડ એવું પહેલું અખબાર હતું જેણે સૌથી પહેલા ક્રોસવર્ડ પઝલ્સને ડેઈલી છાપવાની શરૂઆત કરી હતી. 21 ડિસેમ્બર, 1913ના સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ અખબારમાં વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ પ્રકાશિત થયું હતું. જો કે ન્યૂયોર્ક વર્લ્ડ એડિટર આર્થર વિનને ક્રોસવર્ડ પઝલનાં શોધક તરીકે શ્રેય આપવામાં આવે છે.
અગાઉ આ રમતનું નામ વર્ડ ક્રોસ હતું. થોડા સમય પછી ટાઈપિંગથી થયેલી ભૂલના કારણે તેને વર્ડ ક્રોસના કારણે ક્રોસવર્ડ લખવામાં આવ્યું. ત્યારથી તે સમગ્ર દુનિયામાં આ જ નામથી ઓળખાય છે. શરૂઆતમાં પઝલ ડાયમન્ડ શેપની રહેતી હતી અને તેમાં બ્લેક બોક્સ નહોતા. 1923 સુધી અમેરિકાનાં લગભગ તમામ અખબારોમાં આ રીતની પઝલ છપાવા લાગી હતી. જો કે, આ પ્રકારની પઝલ 1913 પહેલા પણ છપાતી હતી પરંતુ એ એલિમેન્ટ્રી પઝલ્સ રહેતી હતી.
1922-23 સુધી આ પઝલ બ્રિટન સુધી પણ પહોંચી ગઈ. બ્રિટિશ પઝલે ઝડપથી પોતાની સ્ટાઈલ ખુદ વિકસિત કરી લીધી, તે અમેરિકન પઝલ કરતાં વધુ કઠિન મનાતી હતી. કહેવાય છે કે, બ્રિટનનાં ધ સન્ડે ટાઈમ્સમાં છપાનાર પઝલ સૌથી સારી રહેતી હતી. ધીમે ધીમે એ અલગ-અલગ સ્વરૂપોમાં દુનિયાનાં તમામ દેશોમાં છપાવા લાગી.
