દિન વિશેષ: રાષ્ટ્રીય પ્રેસ દિવસ
Live TV
-
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. 16 નવેમ્બર, 1966 થી ભારતીય પ્રેસ પરિષદે પોતાનું સત્તાવાર કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈ દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સામાન્ય લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો છે. પત્રકારત્વનું ક્ષેત્ર આજે વ્યાપક થયું છે. પત્રકારત્વ જનજન સુધી માહિતી પહોંચાડવાનું સાધન બની ચૂક્યું છે.
આ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. વર્ષ 1956 માં પ્રથમ પ્રેસ કમિશને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વમાં ઉચ્ચ ધોરણ સ્થાપવાની ભલામણ કરી હતી. પરિણામે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ની સ્થાપના જુલાઈ, 1966 ના રોજ પ્રથમ વખત સ્વાયત્ત રીતે થઈ હતી. 16 નવેમ્બર, 1966 ના રોજ PCI એ કાર્ય કરવાનું શરૂ કર્યું. તેથી, આ દિવસ દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 1997 માં પ્રેસ ડેની ઉજવણીમાં ફેરફાર કરી કોઈપણ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પત્રકારોએ લોક જાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમીએ ભલામણ કરેલ હોય છે.
