રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગોંડલ ખાતે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા સોમવારે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન સહ-પ્રભારી સુધીર ગુપ્તા, જીલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશ રાદડિયા, ગીતાબા જે. જાડેજા, લાખાભાઈ સાગઠિયા, રાજ્યસભાના સાંસદ રમેશભાઈ ધડૂક સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, જ્યોતિરાદિત્યસિંહ જે. જાડેજા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા રાજકોટ જીલ્લા ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
