દિન વિશેષ: વિશ્વ અલ્ઝાઇમર દિવસ
Live TV
-
વિશ્વભરમાં દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઇમર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ અલ્ઝાઇમર નામની બીમારીના નામ પર મનાવવામાં આવે છે, જેથી લોકોને તેના વિશે જાગરૂત કરી શકાય. આ બીમારીમાં દર્દી વસ્તુઓને ભૂલી જાય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે. લોકો તેને સામાન્ય બાબત સમજીને બેધ્યાન બની જાય છે. મોટાભાગે વૃદ્ધ લોકો આ બીમારીનો શિકાર બનતા હોય છે, પરંતુ આજના સમયમાં યુવાનોમાં પણ આ બીમારીના લક્ષણો જોવા મળતા હોય છે. કેટલાક વર્ષોમાં આ બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
શું છે અલ્ઝાઇમરના લક્ષણો?
રાત્રે ઊંઘ ન આવવી
વસ્તુઓ ક્યાં મુકી તે છે તે ભૂલી જવું
આંખોની રોશની ઓછી થવી
નાના-નાના કામોમાં પણ મુશ્કેલી પડવી
પોતાના જ પરિવારના સભ્યોને ઓળખી ન શકવું
કંઇ પણ યાદ કરવા, વિચારવા અને નિર્ણય કરવાની ક્ષમતા પર અસર પડવી
ડિપ્રેશનમાં રહેવું, ડરી જવું
આ બીમારીનો હજુ સુધી કોઇ સચોટ ઇલાજ મળ્યો નથી, પરંતુ પોતાની લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને આ બીમારીથી બચી શકાય છે. આ બીમારીના શરૂઆતી લક્ષણો પર લોકો ધ્યાન નથી આપતાં જેના કારણે આ બીમારી વધવા લાગે છે. એટલા માટે જો કોઇ વ્યક્તિમાં અલ્ઝાઇમરના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
