દિન વિશેષ: વિશ્વ લ્યુપસ દિવસ
Live TV
-
આજે વિશ્વ લ્યુપસ દિવસ છે. આ દિવસ દર વર્ષે લ્યુપસ રોગ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે જે શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડી શકે છે. આ ઓટો ઇમયુન રોગમાં, રોગપ્રતિકારક તંત્ર માટે તંદુરસ્ત કોષો અને માનવ શરીરના બહારના કોષો વચ્ચેનો ભેદ રહેતો નથી અને આ રોગના દર્દીઓમાં 90% મહિલાઓ જોવા મળે છે. નવી દિલ્હી એમ્સના સંધિવા વિભાગના વડા ડૉ. ઉમા કુમારે જણાવ્યું હતું કે, લ્યુપસ રોગના સામાન્ય લક્ષણોમાં ઉંચો તાવ, સતત મોંમાં ચાંદા પડવા, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો અને અતિશય થાકનો સમાવેશ થાય છે. ડૉક્ટર કુમારે વધુમાં કહ્યું કે, તેના તાત્કાલિક નિદાન અને યોગ્ય સારવારથી આ બીમારીને ઘણી હદ સુધી ટાળી શકાય છે.
