Skip to main content
Settings Settings for Dark

સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને NFSU દ્વારા 'ક્રાઈમ સીન મેનેજમેન્ટ એન્ડ ફોરેન્સિક જર્નાલિઝમ' વિષય પરના વર્કશોપનું થયું સમાપન

Live TV

X
  • સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પીજી ડિપ્લોમા ઈન ફોરેન્સિક જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે ક્રાઈમ સીન મેનેજમેન્ટ એન્ડ ફોરેન્સિક જર્નાલિઝમ વિષય ઉપર આયોજિત બે દિવસીય વર્કશોપનું આજ રોજ સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોના એડિશનલ જનરલ ડો. ધીરજ કાકડિયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે દૂરદર્શન અમદાવાદના ન્યુઝ વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અધ્યક્ષીય સંબોધન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ, ડો. જે. એમ. વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. ધીરજ કાકડિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને ફેક ન્યૂઝના સમયગાળામાં તથ્યયુક્ત સમાચાર સમાજ સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકારત્વ દ્વારા થતું હોય છે. જેમાં ફોરેન્સિક જર્નાલિસ્ટની જવાબદારી વધી જાય છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, પહેલાં ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર ગુનાની શોધ-તપાસ સુધી મર્યાદિત હતું પરંતુ તે પ્રિવેન્ટિવ-ઇન્વેટિવ અને હ્યુમેનેટિરિયન ફોરેન્સિક્સ સુધી વિસ્તર્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply