Skip to main content
Settings Settings for Dark

રાજકોટનું વૃદ્ધ દંપતી યુવાનો માટે બન્યું પ્રેરણારૂપ, ગોળાની લારી કરીને ચરિતાર્થ કર્યું આત્મનિર્ભરતાનું સૂત્ર

Live TV

X
  • રાજકોટના જેતપુરના મેવાસા ગામ  ઉનાળાની સિઝનમાં  મજેદાર ગોળાથી ખ્યાતિ પામ્યું છે. આ ગામનુ વૃદ્ધ દંપતી લારી ચલાવીને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. મુક્તાબેન જેઠવા અને પ્રેમજીભાઈ જેઠવા નામના 70 વર્ષ કરતા વધુ ઉમરના વૃદ્ધ આજે લારી ચલાવીને કમાણી કરી રહ્યા છે. 

    વૃદ્ધ દંપતીને સંતાનમાં એક દિકરો દિકરી છે જેમાંથી દિકરો પણ સુરતમાં બરફ ગોળાની લારી ચલાવીને પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યો છે. ત્યારે કોઇના ઉપર ભારરૂપ બન્યાં કરતાં આત્મનિર્ભર બનીને આ વૃદ્ધ દંપતી સ્વાદિષ્ટ બરફ ગોળા બનાવીને મેવાસાના જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકોને આઇસ ગોળા ખાવા આકર્ષી રહ્યાં છે. અસહ્ય અને કાળઝાળ ગરમીમાં લોકો અલગ અલગ ફ્લેવર વાળા ગોળા ખાઇને ઠંડક મેળવી રહ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply