Skip to main content
Settings Settings for Dark

દિન વિશેષ: વિશ્વ શાકાહારી દિવસ 

Live TV

X
  • વિશ્વ શાકાહારી દિવસ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ શાકાહારી જીવનશૈલીના નૈતિક, પર્યાવરણીય, આરોગ્ય અને માનવતાવાદી લાભો માટે જાગૃતિ લાવવાનો છે.વિશ્વ શાકાહારી દિવસની સ્થાપના નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (એનએવીએસ) દ્વારા 1977માં કરવામાં આવી હતી અને 1978 માં આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ દ્વારા તેને વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. આ દિવસ શાકાહારી આહાર જેવાકે શાકભાજી, બીજ, કઠોળ, ફળો, બદામ અને અનાજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિશ્વ શાકાહારી દિવસની વેબસાઇટ અનુસાર, શાકાહારી આહારના પણ ઘણા ફાયદા છે. જેમ કે શાકાહારી ભોજન હૃદય માટે ફાયદાકારક છે, બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. આ દિવસનો ઉદ્દેશ પ્રાણીઓનો જીવ બચાવવા અને પૃથ્વીને બચાવવામાં મદદ કરવા અંગે જાગૃતિ લાવવાનો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply