Skip to main content
Settings Settings for Dark

સોમનાથ ખાતેથી આજે અમૃત ભારત ગણિત યાત્રાનો પ્રારંભ; 25 રાજ્યોમાં કરશે પરિભ્રમણ

Live TV

X
  • વર્ષ 2012 માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચેન્નઇમાં રામાનુજ જ્યંતીના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં 22 ડિસેમ્બરને "રાષ્ટ્રીય ગણિત દિવસ" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ગણિતનાં મહત્ત્વ વિશે જાહરૂકતા વધારવાનો છે. આ દિવસ ગણિત શીખવા પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણને વધારવા માટે મનાવવામાં આવે છે. 
    જે અન્વયે ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરથી આજ તારીખ 2 જી ઓક્ટોબરના રોજથી એક મહત્વપૂર્ણ અમૃત ભારત ગણિત યાત્રાનો પ્રારંભ થયો છે. 20 મી સદીના ભારતના મહાન અને પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ડો.શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિની ઉજવણીના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણિત અને વિજ્ઞાનના પ્રસાર પ્રચાર માટે આ રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 82 દિવસ દરમિયાન આ યાત્રા દેશના 25 રાજ્યોમાં પરિભ્રમણ કરી છેલ્લે તા. 22 ડિસેમ્બરના રોજ ડો.શ્રીનિવાસની જન્મ જયંતિના દિવસે પૂર્ણ થશે. આજથી શરુ થયેલી આ યાત્રામાં દેશના ટોચના ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકો પણ જોડાયા છે. 
    સોમનાથ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પટાટ, જિલ્લા શિક્ષણ અધિકારી હીરા વાજા સહિતના સ્થાનિક મહાનુભાવો જોડાયા હતા. યાત્રા નીકળ્યા બાદ વેરાવળના આજોઠા ગામે ઢોલ શરણાઇ સાથે દેશના અલગ અલગ પ્રાંતની વેશભૂષા સાથે કન્યા શાળાની બાળાઓ દ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply