ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનમાં મહિના દરમિયાન જોડાશે 90 હજારથી વધુ સ્વયંસેવકો
Live TV
-
ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તર પર સ્વચ્છ ભારત કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવેલ આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશમાં સ્વચ્છતા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે અમદાવાદના નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 જી ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી જિલ્લાના યુવક મંડળ, મહિલા મંડળ અને NGO ને જોડવામાં આવશે તથા તમામ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં સમાજના દરેક વર્ગના લોકોને સાથે જોડવામાં આવશે. આ સાથે જ સમગ્ર મહિના દરમિયાન દરેક ગામોમાં પણ સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે. NSS ના 90 હજારથી વધુ સ્વયંસેવકો અને વોલેન્ટિયર આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને પોતાનું યોગદાન આપશે. સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન કામગીરીનું મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વયંસેવકો, મહિલા મંડળ, જિલ્લા કલેકટર અને જિલ્લા યુવા અધિકારીને પણ સન્માનવામાં આવશે.
