Skip to main content
Settings Settings for Dark

જામનગર ખાતે કરાઈ રહી છે વાઈલ્ડલાઈફ સપ્તાહની ઉજવણી

Live TV

X
  • ગુજરાત રાજ્યમાં જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા વાઈલ્ડલાઈફ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની ઉજવણી અંતર્ગત પક્ષી નિર્દેશન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100 થી વધુ પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષીપ્રેમીઓને પક્ષીઓની વિવિધ માહિતી જાણીતા પક્ષીવિદ્ દ્વારા આપવામાં આવી હતી. જામનગરનું રણમલ તળાવ દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે. જામનગરનું રણમલ તળાવ પક્ષીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક,આશરો અને સલામતી મળતી હોવાથી 130 થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ જોવા મળે છે. તાજેતરમાં વરસેલા વરસાદ બાદ તળાવ છલોછલ ભરાઈ જતા પક્ષીઓ પણ વધુ સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. જેમાં પક્ષીઓમાં કોરમોરેન, કોમડક, કુટ, પરપલ હેરન, સિગલ, કેસ્ટેડ ગ્રીબ, કિંગફિશર અને બ્લેક આઈબીશ વગેરે જોવા મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply