દિલ્લીથી નિકળેલી મશાલયાત્રા પોરબંદરના મોઢવાડા ખાતે પહોંચી, ગ્રામજનોએ કર્યુ સ્વાગત
Live TV
-
૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતે પાકિસ્તાન હરાવ્યુ હતુ. ત્યારે ભારતના ઇતિહાસના આ ગૌરવવંતા વિજયને પ૦ વર્ષ પુર્ણ થતા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે..આ ઉજવણીનાં ભાગરૂપે દિલ્હીથી નિકળેલી મશાલયાત્રા તે યુદ્ધમાં શહિદ થયેલા વીર નાગાર્જુન સિસોદીયાના વતન પોરબંદરનાં મોઢવાડામાં આવી પહોંચી હતી. દિલ્હી ખાતે વોર મેમોરીયલ તૈયાર થઇ રહ્યું છે, જ્યાં શહિદોના વતનની માટી અર્પણ કરવામાં આવશે. જે માટી એકત્ર કરવાનાં ભાગરૂપે નિકળેલી મશાલયાત્રામાં આર્મીના લેફટનન કર્નલ અને કેપ્ટન સહિતના આર્મીના અધિકારીઓ અને જવાનો મશાલ સાથે મોઢવાડા ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.. આર્મીના જવાનો દ્વારા મોઢવાડા ગામની માટી સ્મૃતિના ભાગ રૂપે લેવામાં આવી હતી, આ માટીને દિલ્હી વોર મેમોરિયલ ખાતે લઇ જવામાં આવશે.
