દિન વિશેષ: વિશ્વ હાથી દિવસ
Live TV
-
આજે 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવાય છે. એશિયન અને આફ્રીકન હાથીઓની દુર્દશા વિશે જાગરૂકતા ફેલાવવા માટે અને તેના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રૂરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચતુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે. વર્ષ 2017માં હાથીઓની ગણતરી અનુસાર ભારતમાં 30 હજાર હાથી છે, પરંતુ ધીમે-ધીમે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાથીઓના મૃત્યુ બાબતે કેરળ ભારતનું સૌથી બદનામ રાજ્ય છે, જ્યાં દર ત્રીજા દિવસે એક હાથીનું મૃત્યુ થાય છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ પ્રાણીઓને મારવા પર 3 વર્ષ સુધીની સજા અને 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ફરીથી પશુઓને હાનિ પહોંચાડવા પર 7 વર્ષ સુધીની સજા થઇ શકે છે. વિશ્વ હાથી દિવસ નિમિત્તે દિલ્હી ઝૂમાં હાથીઓને વિશેષ ખોરાક આપવામાં આવ્યો.
હાથી વિશે કેટલીક રસપ્રદ માહિતી:
જન્મના 20 મિનિટ બાદથી જ હાથીનું બાળક ઊભુ થઇ જાય છે. હાથી દિવસભરમાં 150 કિલો જમવાનું ખાઇ શકે છે. વજનની વાત કરીએ તો હાથીનું વજન 5 હજાર કિલો સુધી હોઇ શકે છે. હાથી સાથેના સંઘર્ષમાં 500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. દેશમાં હાલ 27 હજાર હાથી બચ્યા છે. 2 હજારથી વધારે હાથીઓને બંધક બનાવવામાં આવ્યા છે. એક દશક પહેલા દેશમાં હાથીઓની સંખ્યા 10 લાખ હતી. 100 હાથીઓને દર વર્ષે મારી નાંખવામાં આવે છે.
