રાજ્યના યુવક-યુવતીઓ માટે ‘નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્ર્મ’ યોજાશે
Live TV
-
રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષની જેમ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા સપ્ટેબર-ઓક્ટોબર૨૦૨૧માં નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં 18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા અને ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
વધુમાં હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત વગેરે દર્શાવવાનું રહેશે. તદ્ઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ, ખડક ચઢાણનો કોચીંગ કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર સામેલ હોવુ જરૂરી છે. સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા. 25/08/2021 સુધીમાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, માઉન્ટ આબુ- 307501ને નિયત તારીખ સુધીમાં આર.પી.એ.ડી.થી મોકલી આપવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ, તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને જાણ કરાશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવાયુ છે.
