રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કરશે દેશજોગ સંબોધન
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 75 માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધનને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં સાંજે સાત વાગ્યાથી પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જ આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક ઉપર રાષ્ટ્રપતિના સંબોધનને સાંભળી શકાશે. હિન્દી પ્રસારણ બાદ અંગ્રેજી ભાષામાં તેનું પ્રસારણ થશે. દૂરદર્શન ઉપર હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસારણ બાદ દૂરદર્શનની તમામ ક્ષેત્રીય ચેનલ ઉપર ક્ષેત્રીય ભાષામાં પણ આ સંબોધનનું પ્રસારણ થશે.
આ ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી નેટવર્ક પર સ્વાતંત્ર્ય દિનના રોજ આખા દિવસનું વિશેષ કવરેજનું પ્રસારણ કરવામાં આવશે. સૂચના અને પ્રસાર મંત્રાલય તરફથી નવીન કાર્યક્રમોના સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ 16 ઓગસ્ટના રોજ આકાશવાણી પર આઝાદીની સફર પ્રસારિત થશે. 16 ઓગસ્ટથી ડીડી નેટવર્ક પર દરરોજ 5 મિનિટનું કેપ્સૂલ પણ પ્રસારિત થશે.
