Skip to main content
Settings Settings for Dark

વિદેશની જેમ હવે ગુજરાતમાં પણ તોડ ફોડ વગર મકાનને જમીનથી ઉંચા કરવાની કામગીરી વિકસી

Live TV

X
  • પહેલાના સમયમાં જુના મકાનનું જમીની સ્તર ઉપર લાવવા માટે કોઈ પણ જાતની ટેક્નોલોજી ન હતી. હવેથી જુના આર.સી.સી. મકાનોને જમીન લેવલથી ઉંચુ કરી આપવાનું કામ ગુજરાતમાં શરુ થયું છે. ગુજરાતના એક કોન્ટ્રાકટર મુકેશભાઈનું માનીએ તો દેશભરમાં પાંચ હજાર ઘરો તેમજ ગુજરાત રાજ્યમાં આશરે બે હજાર જેટલા આર.સી.સી. મકાનોને આ કોન્ટ્રાકટરે ઉંચા કર્યા છે, તો અમદાવાદમાં આખે આખુ મંદિર એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈપણ પ્રકારની તોડ ફોડ  વગર ખસેડ્યું છે, તેમ કોન્ટ્રાકટર મુકેશભાઈએ જણાવ્યું હતું. 
    વિદેશમાં લાકડાના ઘરોને અદ્યતન વિવિધ મશીનરીઓ વડે જમીનમાંથી અધ્ધર ઉંચકી આપતા કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી આપતા દ્રશ્યો ક્યાંક જોયા હશે, પરંતુ ગુજરાતના કોન્ટ્રાકટર મુકેશભાઈ આરસીસીના પાકા મકાનોને ટ્રકના જેકથી ઉંચા કરી આપવાનું કામ કરે છે. 
    સમયાંતરે રોડ નવા બનતા તેનું લેવલ ઉચું આવતું હોય છે, જેથી વરસાદની સિઝનમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય છે. ત્યારે અમદાવાદના મુકેશભાઈ પોતાની ટીમ સાથે આ પ્રકારનાં ઘરોને ઓછા ખર્ચે અને ઓછા સમયે જમીનથી ચાર ફુટ ઉચું કરી આપવાનું કામ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply