દીવના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પર્યટકોની ભારે ભીડ
Live TV
-
ફિલ્મ હસ્તીઓ અને ઔદ્યોગિક જગતના માંધાતાઓ પણ આવે છે દર્શનાર્થે
શ્રાવણ મહિનામાં દીવના ગંગેશ્વર મહાદેવ મંદિરમા દીવના લોકો તથા આજુબાજુના વિસ્તારના લોકો અને પર્યટકોની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. ગંગેશ્વર મહાદેવનું આ મંદિર ખૂબ જ લોકપ્રિય અને શ્રદ્ધા ધરાવે છે આ મંદિરના દર્શન કરવા રાજનીતિના અને ઓદ્યોગિક જગતનાં માધાંતાઓ તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હસ્તીઓ અહીં દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે મહાભારતકાળમા અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ પોતાના કદ અનુસાર તેની રચના કરેલી હતી. આ મંદિરમાં પાંચ શિવલિંગ છે જેનો અભિષેક દરિયાદેવ પોતાના મોજાથી નિરંતર કરે છે.દરિયામાં ભરતી હોય ત્યારે દ્રશ્ય ખૂબ જ અનેરું જોવા મળ્યું લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી પર્યટકો આ દ્રશ્ય જોઈ અચંબિત રહ્યા હતા ભારત દેશમાં ફક્ત એક જ મંદિર છે જેમાં પાંચ શિવલિંગ છે અને તેનું અભિષેક દરિયા દેવ ની અંદર પાંચ હજાર વર્ષથી કરે છે.
