દીવના વણાકબારામાં દરિયામાં કરંટને કારણે કિનારે લાંગરેલી 25 બોટના દોરડા તૂટ્યા
Live TV
-
માછીમારો ઇચ્છી રહ્યાં છે કે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય જેથી માછીમારો સારી રીતે વ્યવસાય કરી શકે
વર્તમાન વરસાદી સીઝનમાં દિવના વણાકબારાના દરિયામાં કરંટના કારણે કિનારે લાંગરેલી 25 થી વધારે બોટોના દોરડા તુટી ગયા હતા. આમાંથી મોટા ભાગની બોટો ક્રીમ ઓફ માઉન્ટમાં ફસાઇ હતી. આ વાતની જાણ થયા બાદ માછીમારોએ રેસ્કયું કરીને મહામુસીબતે બોટોને બચાવી હતી. વણાંકબારા અને કોટડા વચ્ચે દરિયાના બાણા-ક્રીક ઓફ માઉન્ટ નો પ્રશ્ન છેલ્લા 30 વર્ષ થી માછીમારો સતાવી રહ્યો છે. આ માટેનો પ્રોજેકટ શીપીંગ મંત્રાલયને અગાઉ મોકલાયો હતો. જેની મંજુરી મળી ગઇ છે. આ પ્રોજેકટમાં દીવ વહીવટી તંત્ર દ્વારા સી આર ઝેડ સબંધી જરૂરી મંજુરી આપવામાં આવી છે. જેની વિગતો શિપીંગ મંત્રાલયને મોકલી દેવામાં આવી છે. આ સબંધમાં દીવના કલેકટરે માછીમારોના સમુહ સાથે વાતચીત કરીને ફરી અહેવાલ શીપીંગ મંત્રાલયને મોકલાયો છે. માછીમારો ઇચ્છી રહ્યાં છે કે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય જેથી માછીમારો સારી રીતે વ્યવસાય કરી શકે.
