મહેસાણા : ચોક ઉપર કોતરણી કરતા શિક્ષક નિલેશભાઈ રામી
Live TV
-
મહેસાણાની પ્રાથમિક સરકારી શાળાના શિક્ષક નિલેશભાઇ રામી એ ટેલીવીઝનમાં એક કલા કાર્યક્રમમાં સાબુ ઉપર ગણેશજીની કોતરણી નિહાળી હતી. ત્યાર બાદ તેમને ચોક ઉપર આવી કોતરણી કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે એક સુક્ષ્મ ગણપતિની કોતરણી કરી ચોકના ગણેશજી બનાવ્યા હતાં. ત્યાર બાદ તેમની દીકરીએ ચોક માંથી રમકડાં બનાવવા જીદ કરતા તેમની આ કલાને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. તેમણે ચોક માંથી ભિન્ન ભિન્ન વાસણો, જુદા જુદા વન્ય પ્રાણીઓ, વિવિધ દેવતા ને મહાપુરુષોની પ્રતિમાની કોતરણી કરી છે. અત્યાર સુધીમાં તેમણે 130 જેટલી જુદી જુદી રચનાઓ કરી છે. તેઓ વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આ ચોક થી નિર્મિત વસ્તુઓને પ્રત્યક્ષ જ્ઞાન રૂપે દર્શાવે છે. જેમાં સસલા અને કાચબાની વાર્તા, બર્નિંગ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવ મહિમા અને શિવલિંગ, એ.બી.સી.ડી., લાફીગ બુધ્ધા, માતૃપ્રેમ, વિશ્વની અજાયબી તાજમહેલ સહિતની સુક્ષ્મ પ્રતિમાઓ જોઈ બાળકો સહિત મોટેરા લોકો પણ આશ્ચર્ય અનુભવે છે
