આજે વિશ્વ નાળિયેર દિવસ
Live TV
-
નાળિયેરનું પાણી આરોગ્યપ્રદ છે. દમણ આવતા પ્રવાસીઓ નાળિયેરનું પાણી તેમજ મલાઇ ખાવાનો આનંદ માણે છે.
બે સપ્ટેમ્બરે આજે વિશ્વ નાળિયેર દિવસ છે .કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાળિયેરનું ઉત્પાદન વધારે થાય છે.દમણમાં ૧૮૦ હેક્ટર વિસ્તારમાં નાળિયેરનું ઉત્પાદન સારુ થાય છે. ઍક હેક્ટર જમીનમાં ૧૧૦૦ જેટલા નાળિયેર ના વૃક્ષો આવેલા છે. દમણમાં હવે ઓગ્રેનિક નાળિયેર પણ મળે છે. દમણમાં લોટલ,વેસ્ટ કોસ્ટલ,ગોલ્ડન,આઈબીડ બોના અને મલેશિયન જાતના નાળિયેરનું ઉત્પાદન થાય છે. દમણમાં લોકો કોલ્ડડ્રિંક ની જગ્યા હવે નાળિયેરના પાણી નો ઉપયોગ કરે છે.ઘરે આવેલા મહેમાનોને સાદા પાણીને બદલે નાળિયેરનું પાણી આપવામાં આવે છે. નાળિયેરનું પાણી આરોગ્યપ્રદ છે. દમણ આવતા પ્રવાસીઓ નાળિયેરનું પાણી તેમજ મલાઇ ખાવાનો આનંદ માણે છે. નાળિયેરના પાન તેમજ છોતરામાંથી લોકો અનેક વસ્તુનું ઉત્પાદન કરીને રોજગારી પણ મેળવે છે.
