દીવમાં મહિલા દિવસની ઉજવણી રમતગમતનું આયોજન કરીને કરવામાં આવી
Live TV
-
દીવના વણાકબારા ખાતે વિશ્વ મહિલા દિવસે વિશેષ મહિલાઓ માટે રમતગમતનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટાપ્રમાણમાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંગીત ખુરશી, કોથડા દોડ, લીંબુ ચમચી અને માટલા ડોર જેવી પારંપરિક રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવાનો અને મહિલાઓને સશક્તિકરણ ઉર્જા પ્રદાન કરવાનો હતો.