દીવમાં CISF દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો: 300 રિજોફેરાના વૃક્ષો વાવવામાં આવ્યા
Live TV
-
સંઘ પ્રદેશ દીવમાં CISF દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. CISF દ્વારા ફોરેસ્ટ વિભાગના સહયોગથી ફૂડમ બર્ડ સેન્ચુરીની પાસે 300 જેટલા રિજોફેરાના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એરપોર્ટ સિક્યુરીટી ઓફિસર અન્નત કુમાર સિન્હા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ લોકોને પોતાની સોસાયટીમાં વૃક્ષારોપણ કરવા માટે આગ્રહ કર્યો હતો. ફોરેસ્ટ ગાર્ડ ગૌરવ કુમારે પણ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ પર ભાર મુક્યો હતો અને લોકોને વૃક્ષો રોપવા માટે જણાવ્યું હતું.
