Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં રસીકરણનો લાભ લેવા ટેલીવુડ સ્ટાર રાહુલ કુમારની અપીલ

Live TV

X
  • ડાંગ કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ રસીકરણ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે.. ત્યારે ડાંગ જિલ્લાના જાણીતા અને ટેલીવુડ સ્ટાર રાહુલ કુમારે લોકોને રસી લેવાની અપીલ કરી છે.

    દેશ અને દુનિયામાં વકરેલી કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન સરકાર દ્વારા ચલાવાઈ રહ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ ઠેર ઠેર રસીકરણ અભિયાન હાથ ધરાયા છે. ત્યારે ડાંગ જિલ્લામાં રસીકરણ વેગવાન બને તે માટે ડાંગ કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ રસીકરણ ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે.. ત્યારે ડાંગ જિલ્લાના જાણીતા અને ટેલીવુડ સ્ટાર રાહુલ કુમારે લોકોને રસી લેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોને મફતમાં રસી અપાઈ રહી છે,  ત્યારે આપણા પરિવારજનો, પાડોશીઓ તથા પરિચીત લોકો રસી લે તે જોવાની જવાબદારી આપણી છે. વધુમાં તેઓએ સોશ્યિલ મીડિયામાં ફેલાવાતી અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી, કોરોના સામેની લડત જીતવા માટે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply