દીવ:રાષ્ટ્રીય પોષણ માસની કરવામાં આવી રહી છે ઉજવણી
Live TV
-
સંઘપ્રદેશ દીવ વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત આજરોજ ઘોઘલા આંગણવાડી ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્ચુ.જેમાં પોષણયુક્ત વાનગી કે જેમાં પ્રોટીન,વિટામીન અને આયર્ન વધુ પ્રમાણમાં મળી રહે તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી.જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ તેમજ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના માર્ગદર્શન હેઠળ પોષણ અભિયાનની ઉજવણી થઈ હતી.જેમાં બે દિવસ વાનગી સ્પર્ધામાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો.
