ભરૂચઃ PMની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે "NAMO THON" નું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી રન ફોર યુનિટીને અનુલક્ષીને "NAMO THON" યોજાઈ હતી.જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન ખાતે બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે "NAMO THON" નું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ રનર્સ કલબ તેમજ હરક્યુલસ જીમના 71 યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ 71 દોડવીરો ભરૂચથી નીકળી કેવડિયા ખાતે "સ્ટેચ્યુ ઓફ યુનિટી" સુધી દોડીને તારીખ ૧૭મીના રોજ પહોંચશે.આ પ્રસંગે ભરૂચ ભાજપા ના જિલ્લા પ્રભારી જનક બગદાણાએ યુવાનોને લીલી ઝંડી બતાવી "NAMO THON" ને પ્રસ્થાન કરાવ્યું હતું.
