દેશની સૌ પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે, 48 મહિનામાં કામ થશે પૂર્ણઃ NHSRCL
Live TV
-
કોરીડોરનાં પ્રસતાવિત જુનાં એલાઇનમેન્ટને બદલીને વડોદરામાં આવતા સી-5 પેકેજનું રી-એલાયમેન્ટ કરવામાં આવ્યું છે. જેના લીધે યાત્રી સુવિધાઓમાં વધારો થશે.
મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરીડોરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેના પર દેશની સૌ પ્રથમ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન દોડશે. આ કોરીડોરનાં પ્રસતાવિત જુનાં એલાઇનમેન્ટને બદલીને વડોદરામાં આવતા સી-5 પેકેજનું રી-એલાયમેન્ટ કરવામાં આવ્યું છે. જેના લીધે યાત્રી સુવિધાઓમાં વધારો થશે. આજે વર્ચ્યુઅલ માધ્યમથી પત્રકારનો સંબોધતાં NHSRCL ના મેનેજીંગ ડાયરેક્ટર અચલ ખરેએ જણાવ્યું કે, આ નવા કરાયેલા એલાઇનમેન્ટ પ્લાનથી જે કામ 66 મહિનામાં પુરું થવાનું હતું. તે 48 મહિનામાં પુરું થશે. તેમજ ડીઝાઇનના તબક્કામાં નોંધપાત્ર ઘટાડો થશે, વડોદરામાં બનનારા સ્ટેશન માટે વધારે સારી જગ્યા મળી રહેશે. તથા વિતરણ સબ સ્ટેશન અને સિગ્નલનાં સાધનો માટે વધુ સુવિધા યુક્ત જગ્યાઓ મળી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આ ફેરફારને કારણે વાણિજ્ય અને આવાસનાં એકમોનું મોટું વિસ્થાપન ટાળવામાં આવ્યું છે. અને જે ચાલુ અવર જવરના રસ્તાઓ બંધ કરવાના હતા તે હવે નહિં કરવા પડે. તેમણે અમદાવાદ ખાતેની સુવિધાઓની વાત કરતાં જણાવ્યું કે અમદાવાદમાં બે સ્ટેશન બનશે. એક સાબરમતી અને બીજું અમદાવાદ. અમદાવાદ ખાતે બનનારું બુલેટ ટ્રેન સ્ટેશન માંથી સામાન્ય ટ્રેન તથા અમદાવાદની મેટ્રો ટ્રેનમાં પણ પેસેન્જર જઇ શકશે. તેમજ અમદાવાદ સ્ટેશન ખાતે વિશાળ પાર્કીંગની સુવિધા પણ કરવામાં આવશે.
