નર્મદામાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ કાર્યક્રમ
Live TV
-
વાંસમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી વોટર બોટલનું પ્રદર્શન કરાયું. વન વિભાગમાં કામ કરતી સખી મંડળની બહેનો દ્વારા વાંસની બોટલ તૈયાર કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લા પંચાયત દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા એક જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમા રાજપીપળા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર મનોજ કોઠારી તથા જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વીલ્લીઅમએ ખાસ ઉપસ્થિત રહી અહીં ઉપસ્થિત સરપંચો.ગ્રામસેવકો. હેલ્થ વર્કરો, સખીમંડળની બહેનો અને ગ્રામજનોને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે માહિતગાર કર્યા હતા. સાથે જ પીવાના પાણી માટે વપરાતી પ્લાસ્ટિકની બોટલના સ્થાને વાંસમાંથી બનાવાયેલ ઇકો ફ્રેન્ડલી વૉટર બૉટલનું પણ ગુજરાતમાં પ્રથમ વખત પ્રદર્શન કરવામાં આવ્યું. નર્મદા વન વિભાગમાં કામ કરતી સખી મંડળની બહેનો દ્વારા આ વાંસની બૉટલ બનાવવામાં આવશે અને વેચાણ પણ કરવામાં આવશે. વધુમાં પ્લાસ્ટિકને થેલીના બદલે કાપડની થેલી વપરાય તે હેતુથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
