નવજીવન ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્ર્રીય ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારના પુસ્તક 'ધેટ વિચ ઈઝ અનસીન'નું પ્રકાશન
Live TV
-
અમદાવાદમાં આવેલા નવજીવન ટ્રસ્ટે આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતિ ધરાવતા ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત પંજિયારના પુસ્તક 'ધેટ વિચ ઈઝ અનસીન'નું પ્રકાશન કરાયું હતું. આ પુસ્તકમાં ચંબલની ખીણના ડાકુઓ, પંજાબમાં આંતકવાદ 1984ના શીખ વિરોધ તોફાનો અને તેની અસરો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના રેફ્યુજીઓ સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે.
ફોટો અને શબ્દોના સથવારે પંજિયારના ત્રણ દાયકાની જીવન યાત્રાનું પુસ્તકમાં સંકલન કરાયું છે. સાથે નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં પંજિયારના અલભ્ય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું છે, જે દોઢ મહિના સુધી ચાલશે.
