ઘેડ અને બરડા પંથકના નીચાણવાળા વિસ્તારોમાં રાહત કામગીરી શરૂ
Live TV
-
પોરબંદરના ઘેડ અને બરડા પંથકમાં તેમજ કુતિયાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. કુતિયાણાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહનોની અવરજવર અવરોધાઈ છે. વિસ્તારમાં અઢી ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલી જરુરી મદદ પહોંચાડવામાં આવી રહી હોવાનું કુતિયાણાના મામલતદારે જણાવ્યુ હતુ.
