નવસારી કૃષિ યુનિ. ખાતે જૈવ પ્રોધોગિકી વિષય પર બે દિવસીય પરિસંવાદ
Live TV
-
નવસારી પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૈવ પ્રૌદ્યોગિક વિભાગ અને સોસાયટી ફોર વેટરનરી સાયન્સ બાયોટેકનોલોજી ઈન્દોરના સંયુકત ઉપક્રમે ‘પશુઓની તંદુરસ્તી તેમજ ઉત્પાદકતામાં જૈવ પ્રૌદ્યોગિકીના ઉપયોગથી સુધારણા’ના વિષય પર નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદનો આરંભ નવસારી કુલપતિ ડો. સી. જે. ડાંગરીયાએ દીપ પ્રગટાવી કર્યો હતો.
આ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં પશુઓની ઉત્પાદકતા વધારવા, પશુઓમાં સંવર્ધન, પશુઓની તંદુરસ્તી તથા માવજત, પશુ પોષણ, પશુ પ્રજનન અને મરઘાપાલન તેમજ તેને લગતી બાબતોમાં જૈવિક પ્રૌદ્યોગિકીની નવી તકનીકોમાં સંશોધન કેવી રીતે ઉપયોગ થઈ શકશે તેને માટે તજજ્ઞ વૈજ્ઞાનિકો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવનાર છે.
જે અર્થે ભારતભર માંથી મોટી સંખ્યામાં તજજ્ઞ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી અને જુદા જુદા નિષ્ણાંતો વિવિધ આયામો સાથે ભારતમાં ગાયો અને ભેંસો દ્વારા અનુક્રમે વાર્ષિક ૧૪.૨ મીલીયન ટન અને ર૦.૭ મીલીયન ટન દૂધ પેદા થાય છે જે વિશ્વનાં ગાયો અને ભેંસો દ્વારા ઉત્પન્ન થતા દૂધના અનુક્રમે ૩.૧૬ ટકા અને ૬૫.૧ ટકા થાય છે. આમ ભારતમાં વસ્તીનાં પ્રમાણમાં ગાયો દ્વારા ઘણું જ ઓછું દૂધ ઉત્પાદન થાય છે. આથી ભારતમાં ગાયોનું દૂધ ઉત્પાદન વધારવાનાં. પર સંશોધન લેખો પ્રસ્તુત કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદઘાટન પસંગે નવસારી કૃષિ યુનિ.ના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા, રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો, કરનાલ ડો. અનિલ નિવસરકાર, ભૂતપુર્વ નિયામક અને ડો. ફાલ્ગુની ઠક્કર, નિયામક, પશુપાલન વિભાગ, ડો જે વી સોલંકી, નવસારી વેટરનરી કોલેજના આચાર્ય ડો. વી.બી.ખરાદી તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. બી. પી બ્રહમક્ષત્રી સાથે તજજ્ઞો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.
